Skip to main content

Posts

Showing posts with the label photos

Photo Gallery.

કોઈ પળ યાદ ને સાચવની સૌથી સરળ રીત એટલે એને કેદ કરી લો. આપણે આપણી મોટા ભાગની યાદોને કેમેરા માં કેદ કરી લઈએ એટલે એ હંમેશને માટે આપણી પાસે રહે. ક્યારેક મને વિચાર આવે કે જ્યારે કેમેરાઓ નહિ  હોય ત્યારે લોકો પોતાની સુંદર યાદો ને કઈ રીતે સાચવતા હશે ? હાલતો આપડી બધા પાસે ફોન માં કેમેરો છે ; એટલે આપડે જ્યારે એવું લાગે કે આ ક્ષણ હંમેશા માટે યાદ રાખવી છે એટલે આપડે તરત જ મોબાઇલ માં ફોટો પાડી લઈએ. પણ પેલા આવું નોતું. આપડા મમ્મી- પપ્પા અને દાદા - દાદી ના સમયમાં એ લોકો સ્ટુડિયોમાં જઈ ને ફોટો પડાવતાં. ત્યારથી લઈને અત્યાર સુધીમાં કેટલું પરિવર્તન છે ફોટોમાં. ફોટાએ પણ આપણી જેમ બ્લેક એન્ડ વ્હાઇટ થી સેલ્ફી સુધી ની સફર કરી છે. સફર ખાલી કેમેરા એ જ નહિ પણ એને સાચવી રાખવાની રીતે પણ કરી છે. આપડે આલ્બમ તો છે પણ વર્ચ્યુઅલ. આપડા ફોન માં કેટલા ફોટા છે એની સંખ્યા આપણને કદાચ યાદ પણ નહિ હોય.  ઉપર થી દરેક ફોટો પાડવાનું એક કારણ કઈ રીતે યાદ રહે કોઈને.  કેટલા લોકો ના ફોટો પડ્યા હશે આપણી ગેલેરીમાં.  આ તો થઈ ફોટો જે પડ્યા છે આપણી ગેલેરીમાં એની વાત. પણ એવા કેટકેટલા ફોટો હશે જે આપણે ડિલીટ કરી નાખ્યા ...