Skip to main content

Photo Gallery.

કોઈ પળ યાદ ને સાચવની સૌથી સરળ રીત એટલે એને કેદ કરી લો. આપણે આપણી મોટા ભાગની યાદોને કેમેરા માં કેદ કરી લઈએ એટલે એ હંમેશને માટે આપણી પાસે રહે. ક્યારેક મને વિચાર આવે કે જ્યારે કેમેરાઓ નહિ  હોય ત્યારે લોકો પોતાની સુંદર યાદો ને કઈ રીતે સાચવતા હશે ?

હાલતો આપડી બધા પાસે ફોન માં કેમેરો છે ; એટલે આપડે જ્યારે એવું લાગે કે આ ક્ષણ હંમેશા માટે યાદ રાખવી છે એટલે આપડે તરત જ મોબાઇલ માં ફોટો પાડી લઈએ. પણ પેલા આવું નોતું. આપડા મમ્મી- પપ્પા અને દાદા - દાદી ના સમયમાં એ લોકો સ્ટુડિયોમાં જઈ ને ફોટો પડાવતાં. ત્યારથી લઈને અત્યાર સુધીમાં કેટલું પરિવર્તન છે ફોટોમાં. ફોટાએ પણ આપણી જેમ બ્લેક એન્ડ વ્હાઇટ થી સેલ્ફી સુધી ની સફર કરી છે.

સફર ખાલી કેમેરા એ જ નહિ પણ એને સાચવી રાખવાની રીતે પણ કરી છે. આપડે આલ્બમ તો છે પણ વર્ચ્યુઅલ. આપડા ફોન માં કેટલા ફોટા છે એની સંખ્યા આપણને કદાચ યાદ પણ નહિ હોય.  ઉપર થી દરેક ફોટો પાડવાનું એક કારણ કઈ રીતે યાદ રહે કોઈને.  કેટલા લોકો ના ફોટો પડ્યા હશે આપણી ગેલેરીમાં.  આ તો થઈ ફોટો જે પડ્યા છે આપણી ગેલેરીમાં એની વાત.

પણ એવા કેટકેટલા ફોટો હશે જે આપણે ડિલીટ કરી નાખ્યા હશે.  આ ફોન માં કેમેરો આવ્યો પછી આ સૌથી મોટો બદલાવ હશે જે  આપણી ફોટો પાડવા ની રીત માં આવ્યો હશે. આપણે છુટથી ફોટા પાડતા થયા. હવે એવી કોઈ ક્ષણ નય હોય જેનો ફોટો આપણે નહીં પાડતા હોય. એટલે જ્યારે આપણે આટલા ફોટા પાડતા હોઈ એ ત્યારે એ જગ્યા જ્યાં એ સચવાતા હોય એ મહત્વની બને. એને એ છે આપણા ફોનની ગેલેરી.

આપણી ફોટો ગેલેરી એવી ગણી બધી વસ્તુઓ આપણી વિશે કહી જાય છે જે કદાચ આપણે ક્યારેય વિચારતા પણ નહિ હોઈએ.આપણી ગેલેરીની ખાસિયત એ છે કે એ તારીખ અને સમય સાથે આવે છે. જ્યારે આપડે એ ફોટો જોઈએ ત્યારે એની સાથે જોડાયેલી યાદ સામે આવે છે. એ તારીખ અને એ સમયે ફોટામાં રહેલી વ્યક્તિ આપણી માટે શા માટે ખાસ હતી એ પણ યાદ આવે છે. સાથે સાથે જેમ તારીખ અને સમય બદલાય એમ ફોટા માં રહેલી વ્યક્તિઓ પણ બદલાય છે.

અમુક સમય પર જે વ્યક્તિ દરેક ફોટાની અનિવાર્યતા હોય એ અચાનક જ  ગાયબ થઈ જાય. અને સાવ અજાણ્યો ચેહરો ધબકતો થઇ જાય. આ વાત આમ બની હોય ત્યારે તદન સામાન્ય લાગે. પણ જ્યારે ફરીથી એ ભૂતકાળમાં નજર કરીએ ત્યારે આપણી આંખો એના મહત્વની સાક્ષી પૂરે.

ગેલેરીનો કદાચ સૌથી સુંદર ફોટો આપણે જોતી વખત એટલે ધ્યાનથી  નહીં જોઈએ  જેટલો ખુબ વિચિત્ર અને આડોતેડો લાગતો જોઇએ. કારણ જેમ વગર વિચાર્યે અમુક કામ કરવાની મજા આવી હોય ને એમ વગર પોઝ આપેલો ફોટો સૌથી સુંદર યાદ કેદ કરી ગયું હોય.  આ તો થઇ એ ફોટાની વાતો જે આપણે ડિલીટ નથી કર્યા.

પરંતુ એવા કેટલા ફોટા છે જે આપડે ડિલીટ કરી નાખ્યાં છે. અમુક ફોટા આપણે એટલે ડિલીટ કર્યા હોય એ સારા નથી લાગતાં. પરંતુ અમુક ફોટા આપણે ગુસ્સામાં ડિલીટ કર્યા હોય. વિચારવા જઈએ તો એવા કેટલા ફોટા છે જે ગુસ્સાનો ભોગ બન્યા છે. એ ફોટા જે દેખાયા એ કહી જાય છે કે પૂરા થતા સંબંધોની સજા યાદોને મળે છે. પણ ફોટા ડિલીટ કરત વખત આપણે ભૂલી જઈએ છીએ કે યાદોને કોઈ ડિલીટ બટન નથી હોતું.  હા, ડિલીટ કરવાથી ફોટો ડિલીટ થઈ જાય છે. પણ  જ્યારે આપણે એ યાદો સ્ક્રોલ ડાઉન કરીએ ત્યારે  આંગણીને એ ડિલીટ થયેલી યાદ તો દેખાય જ છે. અને આંખો દરેક વખતે એની સાક્ષી પૂરે છે.

આ તો થઈ અમુક વાતો પણ હજુ પણ ગણી વસ્તુઓ છે જે આપણી ફોટો ગેલેરી  આપણા વિશે અને અને જીવાયેલી યાદો વિશે કહે છે. જે આપણે ક્યારેય નથી કેહતા.



Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. તારા આ એકસરખા લય ને જોઈ ને ઘડીક તો મને એમ થયું કે હું કોઈક લેખક ની જ આર્ટિકલ વાંચી રહી છું પછી થયું ના આતો જિલ ના શબ્દો ... એકધારા જેમાં વહી જવાય .... છે નિરંતર
    જો તારી આ લેખ વિશે મારા મંતવ્યો આપું ને તો મને એમ લાગે છે કે જાણે હું મારી જ સ્મૃતિઓ વાગોળી રહી છું ....
    મને અંગ્રેજી સાહિત્ય ને વાગોળ્યા બાદ જ્યારે ગુજરાતી સાહિત્ય તરફ મારો રસ દાખવ્યો ત્યારે મને પણ એની લગની લાગી જ ગઈ આખરે એમ અહીંયા તને પણ એજ position માં જોઉં છું ....
    રહી વાટ સ્મૃતિઓ ને યાદો ની તો એમાં તે જેમ કહ્યું એ થી એકદમ સહમતી દર્શાવું છું .. જ્યારે આ યાદો બને છે ત્યારે આપણે એટલી નીરખીને જોતા નથી પરંતુ જ્યારે એ સમય
    આપણે વાગોળીયે છીએ ત્યારે એને વધારે ઝીણવટ થઈ પરખીએ છીએ ...ખરા અર્થમાં તો અપડે ત્યારે એની મોજ માણીએ છીએ . આ તો કેવું જ રહ્યું કેમકે અપડે જ્યારે એ સ્મૃતિઓ બનાવી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે ક્યાં ખબર સુદ્ધા હોય છે કે આ એટલઈ આપડા જીવનનો હિસ્સો બનશે ... કયો વળાંક લાવશે અને કઈ જગ્યા એ થઈ અપડે કોના contact માં આવેલ કે કોનાથી દૂર જતા રહેલા .... બધા નો સાક્ષી આ સંસ્મરણો .... જે આપણી સાથે રહે છે અનંત સુધી બીજું બધું તો ક્યારનુંય છૂટી જાય ફક્ત આપણને ખબર બાદ માં પડે છે ...... 😊👍
    History repeat itself .... #Sense_of_an_ending 💡
    લખતી રહેજે📝.... વાંચી ને આનંદ થયો .... 👏💐

    ReplyDelete
    Replies
    1. લખવાનો વધુ આનંદ ત્યારે આવે જ્યારે ખબર પડે કે કોઈ વાચે છે. અને માત્ર વાચે એમ નહીં પરંતુ એના પર પોતાના વિચારો વ્યક્ત કરે છે. એ લખવાની પ્રેરણા આપે છે. માટે આપનો આભાર કે તમે પોતાના વિચારો રજૂ કર્યા. જે મને લખવાની પ્રેરણા આપશે

      Delete
  3. Really good.. જોઈએ તો આજકલ સામાન્ય થઇ ગયું છે ફોન લઇ ને તરત ફોટા પડી લો પરંતુ એના વિશે લખાયુ કદાચ બહુ જ ઓછું છે. દરેક ફોટા માં એક વાર્તા છુપાયેલી હોય છે. સમય ની સાથે ફોટો એ પણ બહુ સફર કરી છે,અને આ વાંચતા અમે પણ એક આખી સફર પોતાની યાદ કરી શક્યા. બહુ જ સુંદર રજુઆત છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Poem : The Eagel

The poem The Eagle is written by Lord Tennyson. He was a English poet often regarded as  he chief representative of the Victorian age in  poetry. He was also a poet laureate during the time of 1850 to 1892. This is a lyric poem. The Eagle is brief but vivid glimpse into the world of this powerful bird. As with the best poet's work, this short poem display a strong musical sense. Summery :  The poet says about the eagle in this poem. This is one of the masterpiece by Lord Tennyson. It clasps things very strongly. He says on the charge with the strong clasps of crooked hands. He clasps the crave with crooked hands. He sats on a height so that it seems to  the poet as if he is nearer to the sun. The land is man less. He takes rounding the sky. Poet say that he sets on height on that height sea is like wrinkled. When he says on a mountain walls he saw all things with are on land. When he saw his food he come their as fast as thunderbolt and pick his food. ...

Three Unities

To evaluate my assignment click here Name                       :       Jeel   J. Vyas Roll no                  :     15 Paper no               :        3.literary Theory & criticism Western-1 Class                      :      M.A. sem 1 Topic                     :      Literary term Three unities. Enrolment no     :      2069108420190045 College                  :   ...

Anti Sentimental Comedy with the reference with she stoops to Conqure

To evaluate my assignment click here   Name                  :       Jeel   J. Vyas   Roll no                :       15 Paper no              :       2. Neo- Classical                                       literature. Class                        :      M.A. sem 1 Topic                      :      Anti sentimental comedy with the reference with she stoops to conquer. Enrolment no   :     ...