Skip to main content

Posts

Showing posts from April, 2020

બ્લૂ ટિક.

ઉપરનું ટાઈટલ વાચી ને બધાના મનમાં જે પેલું ચિત્ર આવ્યું એ  વોટ્સ એપ આઇકોન હશે. અથવાતો પેલો શબ્દ આવ્યો હશે એ પણ વોટ્સ એપ જ હશે. આમ જોવા જઇએ તો વોટ્સ એપ આવ્યા પછી આપણો બધા સાથેનો કોન્ટેક્ટ એકદમ સરળ થઈ ગયો છે. અને એ ઘણું ફાદાકારક પણ સાબિત થયું છે. જ્યારે આપણે કોઈ એવી જગ્યાએ હોઈએ કે વાત ન કરી શકીએ ત્યારે મેસેજ કરીને  સામેની વ્યક્તિને જાણ કરી શકીએ. આ તો  થઈ વોટ્સ એપના જરૂરી કામ માટે ઉપયોગની વાત. પરંતુ વોટ્સ એપ હવે આપણી માટે માત્ર જરૂરિયાત નથી રહી પરંતુ અનિવાર્યતા બની ગયું છે. એક પણ એવો દિવસ નહિ હોય જ્યારે આપણે એનો ઉપયોગ નહીં કરતા હોઈએ.  નાની એવી બાબતો પણ આપણે લોકો સુધી વોટ્સએપથી પોચડતા હોઈએ છીએ. આમુક વખત અજાણતાં અને અમુક વખત જાણી જોઈને. વાત માત્ર જ્યાં સુધી લોકો સુધી આપણે જે પોચડવું છે એ પોચડવાની હોય ત્યાં સુધી કોઈ પ્રશ્ન નથી.  પરંતુ પ્રશ્નો ત્યારે ઉભા થાય છે જ્યારે આપણે જવાબ ની  ઝંખના રાખીએ. એ ઈચ્છા જવાબ મેળવવાની પૂરી થાય ત્યાં સુધી કોઈ વાંધો નથી. પરંતુ  જ્યારે એ ના મળે ત્યારે તકલીફ થાય છે. મોકલેલા મેસેજ માં બ્લૂ ટિક થાય ને ત્યારથી આપણું મન જવાબના વિ...

Photo Gallery.

કોઈ પળ યાદ ને સાચવની સૌથી સરળ રીત એટલે એને કેદ કરી લો. આપણે આપણી મોટા ભાગની યાદોને કેમેરા માં કેદ કરી લઈએ એટલે એ હંમેશને માટે આપણી પાસે રહે. ક્યારેક મને વિચાર આવે કે જ્યારે કેમેરાઓ નહિ  હોય ત્યારે લોકો પોતાની સુંદર યાદો ને કઈ રીતે સાચવતા હશે ? હાલતો આપડી બધા પાસે ફોન માં કેમેરો છે ; એટલે આપડે જ્યારે એવું લાગે કે આ ક્ષણ હંમેશા માટે યાદ રાખવી છે એટલે આપડે તરત જ મોબાઇલ માં ફોટો પાડી લઈએ. પણ પેલા આવું નોતું. આપડા મમ્મી- પપ્પા અને દાદા - દાદી ના સમયમાં એ લોકો સ્ટુડિયોમાં જઈ ને ફોટો પડાવતાં. ત્યારથી લઈને અત્યાર સુધીમાં કેટલું પરિવર્તન છે ફોટોમાં. ફોટાએ પણ આપણી જેમ બ્લેક એન્ડ વ્હાઇટ થી સેલ્ફી સુધી ની સફર કરી છે. સફર ખાલી કેમેરા એ જ નહિ પણ એને સાચવી રાખવાની રીતે પણ કરી છે. આપડે આલ્બમ તો છે પણ વર્ચ્યુઅલ. આપડા ફોન માં કેટલા ફોટા છે એની સંખ્યા આપણને કદાચ યાદ પણ નહિ હોય.  ઉપર થી દરેક ફોટો પાડવાનું એક કારણ કઈ રીતે યાદ રહે કોઈને.  કેટલા લોકો ના ફોટો પડ્યા હશે આપણી ગેલેરીમાં.  આ તો થઈ ફોટો જે પડ્યા છે આપણી ગેલેરીમાં એની વાત. પણ એવા કેટકેટલા ફોટો હશે જે આપણે ડિલીટ કરી નાખ્યા ...