Skip to main content

બ્લૂ ટિક.

ઉપરનું ટાઈટલ વાચી ને બધાના મનમાં જે પેલું ચિત્ર આવ્યું એ  વોટ્સ એપ આઇકોન હશે. અથવાતો પેલો શબ્દ આવ્યો હશે એ પણ વોટ્સ એપ જ હશે. આમ જોવા જઇએ તો વોટ્સ એપ આવ્યા પછી આપણો બધા સાથેનો કોન્ટેક્ટ એકદમ સરળ થઈ ગયો છે. અને એ ઘણું ફાદાકારક પણ સાબિત થયું છે. જ્યારે આપણે કોઈ એવી જગ્યાએ હોઈએ કે વાત ન કરી શકીએ ત્યારે મેસેજ કરીને  સામેની વ્યક્તિને જાણ કરી શકીએ.

આ તો  થઈ વોટ્સ એપના જરૂરી કામ માટે ઉપયોગની વાત. પરંતુ વોટ્સ એપ હવે આપણી માટે માત્ર જરૂરિયાત નથી રહી પરંતુ અનિવાર્યતા બની ગયું છે. એક પણ એવો દિવસ નહિ હોય જ્યારે આપણે એનો ઉપયોગ નહીં કરતા હોઈએ.  નાની એવી બાબતો પણ આપણે લોકો સુધી વોટ્સએપથી પોચડતા હોઈએ છીએ. આમુક વખત અજાણતાં અને અમુક વખત જાણી જોઈને.

વાત માત્ર જ્યાં સુધી લોકો સુધી આપણે જે પોચડવું છે એ પોચડવાની હોય ત્યાં સુધી કોઈ પ્રશ્ન નથી.  પરંતુ પ્રશ્નો ત્યારે ઉભા થાય છે જ્યારે આપણે જવાબ ની  ઝંખના રાખીએ. એ ઈચ્છા જવાબ મેળવવાની પૂરી થાય ત્યાં સુધી કોઈ વાંધો નથી. પરંતુ  જ્યારે એ ના મળે ત્યારે તકલીફ થાય છે.

મોકલેલા મેસેજ માં બ્લૂ ટિક થાય ને ત્યારથી આપણું મન જવાબના વિચારે ચડે. શું જવાબ લખશે ?  આટલી વાર  હોય આટલી આમથી વાતનો જવાબ આપતા ?  અને જવાબ આવે એટલે વાચી લેવાની ઉતાવળ. આ બાબત એકદમ સામાન્ય થઈ ગઈ છે આપણા જીવન માટે. ધર્યો જવાબ આવે તો આપણે ખુશ અને જો ધર્યો જવાબ ના આવે તો થોડી ઉદાસી જે જવાબ મળ્યો એમાં ખુશ.

પણ જો બ્લૂ ટિક થાય ને પછી જવાબ ના આવે તો ? કેટલી આકળવિકળ થાય ને ? કેમ જવાબ નહિ આપ્યો હોય ? કઈ થયું હશે એને ? મારાથી કશી ભૂલ થઈ હશે ? ગુસ્સે હશે ? કે મારી સાથે વાત કરવી નહિ ગમતી હોય એને ? આ અને આવા અનેક સવાલો મનમાં એક સાથે આવે.  સવાલો તો આવે જ પણ સાથે લાવે ગુસ્સો. ગુસ્સો જવાબ ન મળ્યાનો. ગુસ્સો ઈગનોર થયાનો. ગુસ્સો એને આપણી જરાય નથી પાડી એ માની લીધા હોવાનું.

જવાબ ના આવે એટલે આપણે માની લઈએ કે સામને વ્યક્તિની આપણી જરાય નથી પડી. એને આપણી લાગણીની કોઈ કદર નથી . આમૂક વખત સામે વ્યક્તિને ફરિયાદ પણ કરીએ જવાબ ના આપવા બદલ. યાદ કરો તમારી સાથે પણ આવું થયું જ હશે.  આજકાલ મેસેજ ના બદલામાં જવાબ મળવો એ સંબંધ ટકાવી રાખવાની એક અનિવાર્યતા બની ગઈ છે.

પરંતુ ક્યારેય આપણે એવું ના વિચારીએ કે એ કઈ કામમાં હશે ઍટલે જવાબ ના આપ્યો. અથવા એનો મૂડ નહિ હોય વાત કરવાનો . એને આ ટોપિક પર વાત નહિ કરવી હોય. એવું કંઇ આપણા માના મોટા ભાગના લોકો વિચારતા જ નથી.  અને સૌથી મોટી વાત જવાબ આપવો કે ના આપવો એની ચોઈશ છે.

મેસેજની બ્લૂ ટિક આપણી માટે હવે સંબંધ ટકાવી રાખવાની નવી પરિભાષા બનતી જાય છે. તમ પણ વિચારજો એવા કેટલા લોકો છે જેને મેસેજનો જવાબ ના આપવા બદલ તમે ફરિયાદ કરી છે?કેટલી વખત એની સાથે આ બાબત પર ઝગડો કર્યો છે? 

Comments

  1. It's true...EVery social media is important as well as it destroy our relationships sometimes. In social relations we all sometimes ignore true friends and give more importance to web - friends and get hurted them reality comes so that this thing which can be change. Don't let social app to hurt you!!!Just use it for normal communication..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Poem : The Eagel

The poem The Eagle is written by Lord Tennyson. He was a English poet often regarded as  he chief representative of the Victorian age in  poetry. He was also a poet laureate during the time of 1850 to 1892. This is a lyric poem. The Eagle is brief but vivid glimpse into the world of this powerful bird. As with the best poet's work, this short poem display a strong musical sense. Summery :  The poet says about the eagle in this poem. This is one of the masterpiece by Lord Tennyson. It clasps things very strongly. He says on the charge with the strong clasps of crooked hands. He clasps the crave with crooked hands. He sats on a height so that it seems to  the poet as if he is nearer to the sun. The land is man less. He takes rounding the sky. Poet say that he sets on height on that height sea is like wrinkled. When he says on a mountain walls he saw all things with are on land. When he saw his food he come their as fast as thunderbolt and pick his food. ...

Three Unities

To evaluate my assignment click here Name                       :       Jeel   J. Vyas Roll no                  :     15 Paper no               :        3.literary Theory & criticism Western-1 Class                      :      M.A. sem 1 Topic                     :      Literary term Three unities. Enrolment no     :      2069108420190045 College                  :   ...

Anti Sentimental Comedy with the reference with she stoops to Conqure

To evaluate my assignment click here   Name                  :       Jeel   J. Vyas   Roll no                :       15 Paper no              :       2. Neo- Classical                                       literature. Class                        :      M.A. sem 1 Topic                      :      Anti sentimental comedy with the reference with she stoops to conquer. Enrolment no   :     ...