Payar hua ikrar hua hai
Pyar sai fir kyu darta hai
Kahta hai dil rasta mushkil
Malum nahi kaha hai manzil.
આ ગીત મે ઍટલે નથી લખ્યું કે મને પ્રેમ થયો છે. સાચે કવ તો મને પ્રેમ થય જ ના શકે. પણ આજ આ ગીત સભડ્યું એટલે અમુક વિચાર આવ્યા એટલે લખ્યું. આમતો આ સોંગ જ એક ટ્રેડ માર્ક છે. જ્યારે કોઈ પણ આ સોંગ સાંભળે એટલે જો એને પ્રેમ થયો હોય તો એના પ્રેમી કે પ્રેમિકા ની યાદ આવી જ જાય. પણ હું જ્યારે પણ આ સોંગ સાંભળું ત્યારે મને સવાલ થાય કે શું પ્રેમ કરવો અને પછી એનો એકરાર કરવો સરળ હોતો હશે ? અને જો ખબર જ છે કે આ બધી વસ્તુઓ ખુબ અઘરી છે તો લોકો આમાં ફસાતા કેમ હસે ?
પછી આગળ સોંગ માં એવું કે છે, કે જો પ્રિય પાત્રો નો સાથ છૂટી જશે તો ચાંદ નહિ ચમકે. એવું થોડી હોય કોઈ એક વ્યક્તિ ના આપડા જીવન માંથી જતા રેહવાથી કઈ આટલો બધો ફરક થોડી પડતો હશે. મારા મતે જોવા જાવ તો આ બધી એક આદત ની વાત છે. તમને કોઈ ના હસવાની, કોઈના બોલવાની, કોઈની ચિંતા કરવાની આદત પડી ગઈ હોય અને અમુક કિસ્સામાં કોઈના ઝગાડવાની પણ આદત પડી જતી હોય છે. બસ આટલું જ હોય.
સમય ની સાથે આપડે આપના રૂટીન માં ગોઢવાત જઈએ અને બધું ભૂલાઈ જાય. એક વ્યક્તિ ની છૂટી ને એની જગ્યાએ કોઈ નવી વ્યક્તિ ની આદત પડી જાય. અને આપડે માની લઈએ કે આપણે પ્રેમ માં પડી ગયા. એવું હોય નય. હા કોઈની એક વખત આદત પડી હોય એટલે ભૂલાઈ નહિ. એટલે અમુક વસ્તું ઓ જોઈએ ત્યારે પેલી વ્યક્તિ ની યાદ આવે પણ એ ખાલી પાચ થી દસ મિનિટ પૂરતું હોય.
આપણે પ્રેમ એટલો જલ્દી ભૂલી શકીએ જેટલી જલ્દી આપણે આદત બદલી શકીએ. એવું મારું માનવું છે.
સાચે કહું તો આદત પડવી એજ મોટી બલા છે ... કોઈ ની આદત કદી ના પાડવી કે જેથી એમના જવા આવાથી કાઈ ફેર પડે..... 😊👍
ReplyDelete